દૌરાલા થી મેરઠ વચ્ચે રેલવે લાઇનનું વિસ્તૃતિકરણનું કામકાજ ચાલી રહ્યું છે,જેના કારણે એક પખવાડીયા સુધી આ રૂટ ઉપર દોડતી 60 જેટલી ટ્રેનોને તેની અસર પડશે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ દૌરાલા થી મેરઠ વચ્ચે રેલવે લાઈનના વિસ્તૃતિકરણ કરવામાં આવી રહ્યું છે અને જેમાં રેલવે લાઇનનું ઇન્ટરલોકિંગનું કામ ચાલી રહયું છે.જેના કારણે તારીખ 3 જુલાઈ થી 15 જુલાઈ સુધી રેલ વ્યવહાર પર તેની અસર પડશે અને 60 જેટલી ટ્રેનનો તેના થી પ્રભાવિત થતા યાત્રીઓએ આ સમય દરમિયાન થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

વધુમાં આ રૂટ પર નિયમિત દોડતી કેટલીક ટ્રેનનોના સમય અને માર્ગ પણ બદલવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.