સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણીએ જમાવટ કરી છે, જયારે મચ્છુડેમ – 2ની જળ સપાટીમાં વધારો થતા આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે.
મોરબી જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસતા અનેક ગામો બેટમાં ફેરવાયા છે. અને મચ્છુડેમ-2ની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. અને ડેમમાં પાણીની આવક થતા તેના 8 દરવાજા ત્રણ ત્રણ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. જ્યારે ડેમમાં પાણીની થઈ રહેલી આવકનો નજારો જોવા લોકોના ટોળે ટોળા મચ્છુ-ડેમ 2 પર ઉમટી પડયા હતા.
# રાજકોટ મોરબીના ડેમની સ્થિતિ :-
આજી – 1 – 0.49 ફુટ
આજી – 2 – 8.37 ફુટ
આજી – 3 – 8.07 ફુટ
ડોંડી – 4.76 ફુટ
ન્યારી – 1 – 1.71 ફુટ
ન્યારી – 2 7.38 ફુટ
લાલપરી – 0.48 ફુટ
મચ્છુ – 1 – 18.80 ફુટ
મચ્છુ – 2 – 2.66 ફુટ
ડેમી – 1 – 9.45 ફુટ
બ્રાહમણી – 2 – 0.33 ફુટ
મચ્છુ – 3 – 016 ફુટ
