દેશમાં રોકાણની ઉત્તમ તક માટે ગુજરાત રાજ્ય સૌથી સારુ અને વધુ તક ધરાવતું રાજ્ય હોવાનો રિપોર્ટ નેશનલ કાઉન્સીલની એક સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ આર્થિક બાબતો માટેની નેશનલ કાઉન્સીલ ઓફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)નાં ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શયલ ઇન્ડેકમ – 2017 દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દેશમાં રોકાણ માટે સૌથી સારું અને વધુ તક ધરાવતું રાજ્ય ગુજરાત હોવાનું જાહેર કરવામાં આવ્યુ છે.
