અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9નાં સ્લમ વિસ્તારમાં ONGC દ્વારા નગર પાલિકાના સહયોગથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ.

અંકલેશ્વર ONGC દ્વારા તારીખ 16 જુલાઈ થી 31 જુલાઈ દરમિયાન સ્વચ્છતા પખવાડિયુ ઉજવવામાં આવી રહ્યુ છે.જે અંતર્ગત ONGCનાં એસેટ મેનેજર પી.કે. દિલીપ, ONGCના એચઆર જનરલ મેનેજર આર.કે. શર્મા સહિતનાં અધિકારીઓની ટીમ તેમજ નગર પાલિકાના અધિકારીઓ દ્વારા વોર્ડ નંબર 9માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ONGC દ્વારા સીએસઆર હેઠળ વોર્ડ નંબર 9માં ટોયલેટ તેમજ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે તેમ એસેટ મેનેજર પી.કે. દિલીપે જણાવ્યુ હતુ, વધુમાં 200 જેટલા ડસ્ટબીનનું વિતરણ પણ ONGC દ્વારા કરવામાં આવ્યુ હતુ.