ભરૂચની કોલેજમાં તારીખ 26મી જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિતે વૃક્ષા રોપણ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/07/3a6168b4-5640-4920-832a-4635722e0e6c-1024x576.jpg)
ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, એમ.કે.કોલેજ ઓફ કોમર્સના સહયોગથી કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, અને કોલેજના પટાંગણમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/07/12d894f3-b80c-437d-bc51-2bbaa5434cf9-1024x576.jpg)
જ્યારે આ પ્રસંગે રેડ ક્રોસ બ્લડ બેન્ક તથા R.C.C ભરૂચ, સ્વામી અતુલાનંદજી રોટરેક ક્લબ, N.S.S, N.C.C તથા સ્પોર્ટ્સનાં સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં 60 જેટલા વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/07/ec8e5133-3dc3-4b69-bb2a-54dd0461ca1c-1024x576.jpg)
કોલેજના આચાર્ય ડો.એન.એસ.પટેલે આ પ્રસંગે વૃક્ષા રોપણ અને બ્લડ ડોનેશન કેમ્પના આયોજન બદલ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
