Connect Gujarat
ગુજરાત

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.02 મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.02 મીટરે પહોંચી
X

ગુજરાત રાજ્ય માટે સારા સમાચાર મલીરહ્યા છે. ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.02 મીટરે પહોંચી,સરોવરમાં 1400 મિલિયન ક્યુબીક મીટરે જમા થયું.

[gallery td_gallery_title_input="સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.02 મીટરે પહોંચી" td_select_gallery_slide="slide" size="large" ids="102955,102956,102957,102958"]

ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત માટે સારા સમાચાર બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ મુખ્યકેનાલ માંથી પાણી સતત ખેડૂતો માટે છોડાય રહ્યું છે.સતત બે વર્ષ ચોમાસુ નબળું રહ્યા બાદ આ વર્ષે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડ્યો હોવાથી નર્મદા ડેમ પર પાણી ની આવક સતત વધતી રહી છે જેના કારણે ડેમની જળ સપાટી 121 મીટર પાર કરી ગઈ છે.આજે પાણીની આવક 9005 ક્યુસેક છે અને મુખ્ય121.05 મીટર થઈ છે કેનાલ માં 6910 પાણી છોડાય રહ્યું છે .અને સરદાર સરોવરમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 1400.98મિલીયન ક્યુબીક મીટર છે

હાલમાં નર્મદા જિલ્લા માં આવેલ ડેમો ની સ્થિતિ જોઈએ તો સરદાર સરોવર નર્મદા ડેમ 121.03,કરજણ ડેમ ની 99.86 મીટર,કાકડી આબા ડેમ 179.20, મીટર,ચોપડ વાવ ડેમ 178.90 મીટર નોંધાવા પામી છે.

Next Story