અભિનેતા રિતિક રોશન, નિર્માતા વિકાસ બહલ અને રોની સ્ક્રૂવાલા કબડ્ડીની રમત પર ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા છે. પોતાની આગામી ફિલ્મ કબડ્ડીના દિગ્દર્શન માટે અભિનેતા રિતિક રોશને દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરાનો એપ્રોચ કર્યો છે. રિતિક ખૂબ જ ટૂંક સમયમાં પોતાના પિતા રાકેશ રોશનની આગામી ફિક્શન એક્શન ફિલ્મ ક્રિશ ૪ની તૈયારી શરૂ કરવાનો છે. પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મને પગલે રિતિકે રોની સ્ક્રૂવાલાની ફિલ્મ કબડ્ડીને હોલ્ડ પર મૂકી દીધી છે.
રોનીએ ફિલ્મના દિગ્દર્શન માટે રાકેશ ઓમપ્રકાશ મહેરા સાથે ચર્ચા કરી છે. રોની અને રાકેશ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. રિતિકે ફિલ્મ કબડ્ડી કરવાની હા પાડી દીધી છે. રાકેશ ઓમપ્રકાશ મહેરાની સ્પોર્ટ્સ આધારિત ફિલ્મમાં રિતિક રોશનને જોવો રસપ્રદ રહેશે.
