Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠામાં રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકીને વિરોધ કરાયો

બનાસકાંઠામાં રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકીને વિરોધ કરાયો
X

ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં વિનાશક પુરથી સર્જાયેલી તારાજીનો ચિત્તાર મેળવવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવી પહોંચ્યા હતા અને પૂર પીડિતોને મળીને તેમના ખબર અંતર પુછ્યા હતા. જોકે ધાનેરાથી એપીએમસી જતી વેળાએ તેઓનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધી ધાનેરાના APMC પહોંચતા સ્થાનિક લોકોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો. અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. ધાનેરા માર્કેટયાર્ડમાં રાહુલ ગાંધીએ વેપારીઓ સાથે મુલાકાત કરી હતી, અને વેપારીઓએ પોતાની સમસ્યાઓ અંગે રાહુલ ગાંધીને રજૂઆતો પણ કરી હતી.

જોકે આ મુલાકત દરમિયાન લાલ ચોક પાસે રાહુલ ગાંધીનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને સ્થાનિકોએ મોદી મોદીનાં નારા લગાવ્યા હતા. આ ઉપરાંત તેઓની કાર પર પથ્થર મારીને કારને નુકશાન પણ પહોંચાડવામાં આવ્યુ હતુ.

Next Story