અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અભિનીત ફિલ્મ રાબ્તા બોકસ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે પીટાઇ ગયા બાદ હવે અભિનેતા પર નિર્માતા તેમ જ નિર્માણ કંપનીનો વિશ્વાસ ઘટી ગયો હોવાના અહેવાલ છે.

સુશાંત પાસે અત્યારે હાથમાં છ ફિલ્મો છે. જેમાંની એક ફિલ્મ રો રોમિયો અકબર વોલ્ટર નામની ફિલ્મનું પોસ્ટર સોશિયલ વેબસાઇટ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં સુશાંત રો એજન્ટની ભૂમિકાને ન્યાય આપવાનો હતો. આ ફિલ્મ ૧૯૭૧ની એક સત્ય ઘટના પર બનવાની હતી અને ફિલ્મ વર્ષ ૨૦૧૮માં રિલીઝ થવાની હતી. પરંતુ આ ફિલ્મ હવે ડબ્બા બંધ થવાની કગાર પર ઊભી છે. ફિલ્મ એક બિગ બજેટ હોવાથી નિર્માતાઓએ પોતાના હાથ આ પ્રોજેક્ટમાંથી પાછા ખેંચી લીધા છે.

સુશાંતનો ચાર્મ ફિલ્મ રાબ્તાની નિષ્ફળતા બાદ ઓસરી ગયો હોવાથી હવે તેના બિગ બજેટ પ્રોજેક્ટમાં કોઇપણ નિર્માતા રિસ્ક લેવા માગતા નથી. અત્યારે સુશાંત ફિલ્મ ચંદા મામા દૂર કે અને કેદારનાથની શૂટિંગમાં વ્યસ્ત છે.