અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ભાવના રોડ વેઝ નજીકમાં ટેન્કર માંથી કેમીકલ ચોરીનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયુ હતુ. અને ટેન્કર ચાલકની ધરપકડ કરીને કેમીકલ સાથે 17 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોકકસ બાતમીનાં આધારે ભાવના રોડ વેઝ નજીક થી નાઇટ્રો બેંજીન કેમીકલ ચોરીને અંજામ આપતા ટેન્કર ચાલક રાજનકુમાર જોગેન્દર પ્રસાદની ધરપકડ કરી હતી, અને કેમીકલ તેમજ ટેન્કર મળી કુલ રૂ. 17,27,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કેમીકલ ચોરનાં અન્ય સૂત્રધાર મહેફુઝ અહેમદ અને અન્ય એક ઇસમ ડ્રાઇવરો સાથે મળીને કેમીકલ ચોરીનું કૌભાંડ આચરતા હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ. જીઆઇડીસી પોલીસે ફરાર મહેફુઝ અહેમદ રહે, કાપોદ્રા તથા અન્ય એક ઈસમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
