Connect Gujarat
દુનિયા

ભરૂચમાં વિશ્વ ફોટોગ્રાફી દિન પ્રસંગે બાઇક રેલી યોજાઈ

ભરૂચમાં વિશ્વ ફોટોગ્રાફી દિન પ્રસંગે બાઇક રેલી યોજાઈ
X

ભરૂચ જિલ્લાનાં ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી પ્રસંગે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ભરૂચ જિલ્લામાં તસવીરોને કેમેરે કંડારી ને સદા માટે જીવંત રાખતા ફોટોગ્રાફરો માટે આજનો દિવસ ખુબ જ યાદગાર માનવામાં આવે છે.19 ઓગષ્ટ 1939નાં દિવસે વિશ્વ ફોટોગ્રાફી દિવસની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ભરૂચ જિલ્લામાં વસતા અને ફોટોગ્રાફીનાં વ્યવસાય સાથે સંકળાયેલા ફોટોગ્રાફરોએ વિશ્વ ફોટોગ્રાફી દિવસ પ્રસંગે ભરૂચ શહેરમાં એક બાઈક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા ફોટોગ્રાફરો અને વિડીયો ગ્રાફર ઉપસ્થિત રહયા હતા.

Next Story