Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશમાં ઉત્કલ એક્સપ્રેસનાં ડબ્બા ખડી પડતા 23 યાત્રીઓનાં મોત

ઉત્તરપ્રદેશમાં ઉત્કલ એક્સપ્રેસનાં ડબ્બા ખડી પડતા 23 યાત્રીઓનાં મોત
X

ઉત્તરપ્રદેશમાં નિર્દોષ લોકોનાં મોતની વણથંભી વણઝાર યથાવત રહી છે, માસુમ બાળકોના મોતની ઘટના અંગે હજી કોઈ ઉલ્લેખનીય તપાસ થઇ નથી અને રાજકીય ખેંચતાણ શરુ થઇ છે, ત્યારે આ દુઃખદ ઘટના બાદ વધુ એક દુર્ઘટનાએ 23 લોકોનો ભોગ લીધો હતો.

ઉત્તરપદેશનાં મુઝફ્ફરનગર જિલ્લાના ખતૌલી ખાતે શનિવારની સાંજે પુરી હરિદ્વાર કલિંગા રૂટ પર દોડતી ઉત્કલ એક્સપ્રેસના 13 ડબ્બા અચાનક ખડી પડતા મોટી દુર્ઘટના સર્જાય હતી.

આ દુર્ઘટનામાં 23 લોકોના મોત થયા હતા અને 100 થી વધારે લોકો ઘાયલ થયા હતા, આ ઘટનાની જાણ થતા પોલીસ અને ત્યાંના પ્રશાસન ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને રાહત અને બચાવ કાર્ય પૂર ઝડપે શરૂ કરી દેવામાં આવ્યું હતુ.

ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને જાણકારી મળી હતી કે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની હાલત વધારે ગંભીર હતી, આ ઘટના ની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઘાયલો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.

આ રેલ દુર્ઘટના લાપરવાહીના કારણે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, વધુ જાણકારી મળી હતી કે જે ટ્રેક પર ટ્રેન દોડી રહી હતી તે ટ્રેક પર સમારકામ ચાલી રહ્યું હતુ, અને પાટો કાપેલો હતો, આશંકા હતી કે આના કારણે દુર્ઘટના સર્જાય હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનામાં રેલવે મંત્રી સુરેશ પ્રભુએ મુત્યુ પામનાર પરિવારને 3.5 લાખ રૂપિયા અને ગંભીર ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવા જાહેરાત કરી છે, જયારે સીએમ યોગી આદિત્યનાથે પણ મુત્યુ પામનાર પરિવાર લોકોને 2 લાખ રૂપિયા અને ઘાયલ થયેલા લોકોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.

Next Story