ભારતની અગ્રણી મહિલા બેડમિટન ખેલાડી પી. વી. સિંધુએ જીત સાથે વિશ્વ બેડમિટન ચેમ્પિયનશીપમાં તેમના અભિયાનનો પ્રારંભ કરી દીધો છે. સિંધુએ વર્લ્ડ બેડમિટન ચેમ્પિયનશિપની વિમેન્સ સિંગલ્સના પ્રી – ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
ચોથા ક્રમાંકિત પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યા બાદ બીજા રાઉન્ડમાં કોરિયાની કિમ હ્યુ મિનને 21 -16.21-14 થી હરાવી હતી.
વિમેન્સ સિંગલ્સ વર્લ્ડ રેન્કિંગમાં પાંચમો ક્રમાંક ધરાવતી સિંધુએ માત્ર 49 મિનિટમાં મુકાબલો જીતી લીધો હતો. ત્રીજા રાઉન્ડમાં સિંધુનો મુકાબલો ચીનની ચેયુંગ નગાન યી અને રૂસના ઇવજેનિયા કોસેત્સત્કાયા વચ્ચે મુકાબલો યોજાશે.
