ઈપીએફઓ આગામી વર્ષે ઓગષ્ટ સુધીમાં સંપૂર્ણપણે પેપરલેસ થઈ જશે. ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ લેવાઇ રહેલા પગલા અંતર્ગત સેવા પુરી પાડવાની પદ્ધતિઓમાં સુધારા કરવામાં આવી રહ્યા છે.

તેનો લાભ ભંડોળના પાંચ કરોડ ગ્રાહકોને થશે. ઈપીએફ ઉપાડસેવા પહેલેથી જ ઓનલાઇન થઈ ચૂકી છે.

ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ રહેતા સંગઠનના કર્માચારીઓ અને તેમના વારસોને મોટી રાહત રહેશે. ઓનલાઇન સુવિધાથી ઈપીએફઓને ભ્રષ્ટાચારમુક્ત કરવામાં અને ગ્રાહકોની મુશ્કેલીઓનો અંત લાવવામાં પણ મદદ મળશે.