અંકલેશ્વર જીઆઇડીસીની કડવા પાટીદાર સમાજની વાડી ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અંકલેશ્વર દ્વારા આયોજીત સન્માન સમારોહમાં સમાજનાં દરેક વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને તેમની અભ્યાસમાં રૂચી વધે તે આશયથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે બાળકો દ્બારા ડાન્સ,ગરબા,તેમજ સમાજમાં જાગૃતતા લાવવાનાં હેતુસર ચાઈનીઝ સામાનનો બહિષ્કાર કરવા અને મોબાઈલ ફોનનાં અતિશય ઉપયોગનાં ગેરફાયદા અંગેનાં સંદેશો આપતા નાટકો રજુ કરવામાં આવ્યા હતા, અને વધુમાં બેટી બચાવો, બેટી પઢાઓ, તથા સ્વદેશી અપનાવો દેશ બચાવોનો મેસેજ પણ નાટકનાં માધ્યમથી આપવામાં આવ્યો હતો.

આ સમારોહમાં ધોરણ 1 થી લઈને કોલેજ સુધી પ્રથમ, દ્રિતીય, તૃતીય ક્રમાંકે પરીક્ષામાં પરિણામ મેળવનાર સહિત તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વધુમાં રંગોળી સ્પર્ધા, મીઠાઈ કોમ્પિટિશન, એક મિનિટ ગેમ, ક્રિકેટ મેચના વિજેતા રમતવીરોને સમાજના ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અંકલેશ્વરનાં પ્રમુખ પરેશભાઈ ટાંક, સવજીભાઈ ચૌહાણ, જયંતિભાઈ મનાની, યશવંતભાઈ ધનાની, જગદીશભાઈ પોરીયા સહિતનાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.