દેશવાસીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત થકી સંબોધન કર્યુ હતુ, અને હરિયાણામાં થયેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરી હતી.

પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે આસ્થાના નામ પર કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી.આ દેશ ગાંધી અને બુદ્ધનો છે.હિંસાને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહિં આવે.

વધુમાં પીએમ મોદીએ દેશવાસીઓને ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી હતી. અને ઓનમ તહેવારની ઉજવણી અંગે કેરલવાસીઓને પણ શુભેચ્છા પાઠવીને દેશના લોકોને બકરીઇદ માટેની શુભકામના પાઠવી હતી.