વડોદરા શહેરમાં ઉતરાયણની રાત્રીએ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો, અને પાંચ જેટલા ATM મશીનો ગેસ કટર થી કાપીને લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

વડોદરા શહેરમાં એકજ રાતમાં પાંચ જેટલી બેન્કોનાં ATM સેન્ટરોમાં ગેસ કટરની મદદથી ચોરોએ ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંક્યો હતો.

જેમાં શહેરનાં આજવા રોડ પરનાં બેન્ક ઓફ બરોડાનું ATM, તરસાલીમાં SBIનાં ATM,મકરપુરામાં ICICI બેન્કનું ATM, વડસર બ્રિજ પાસે HDFCનું ATM, માંજલપુરમાં ICICI ATMને એકજ રાતમાં તસ્કરોની ગેંગે નિશાન બનાવ્યા હતા. અને ગેસ કટરની મદદથી ATM મશીનો કાપીને ચોરો રૂપિયા 15 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યુ છે.

વધુમાં તસ્કરોએ પાંચ જેટલી બેન્કોનાં ATM સેન્ટરોમાં ચોરીને અંજામ આપીને સેન્ટરનાં સીસીટીવી કેમેરા પણ સાથે લઇ ગયા હતા.

ચોરી અંગેની જાણ પોલીસ તંત્રને થતા પોલીસ દોડતી થઇ ગઈ હતી, અને શાતિર તસ્કરોનું પગેરુ મેળવવાની તજવીજ હાથધરી છે.