અંકલેશ્વરની કડકીયા એજ્યુકેશન કેમ્પસ ખાતે આંતર કોલેજ નિબંધ અને વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્વલગ્ન કોલેજોનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

એમ.એચ.કે.સીનાં ચેરમેન પંકજ કડકીયાએ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. ઇન્ચાર્જ આચાર્ય ડો.ટી.ડી. તિવારીએ સ્વાગત પ્રવચન, તેમજ ડો. જે.કે.નંદાએ નિર્ણાયકનો પરિચય આપ્યો હતો.

સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વીએનએસજીયુનાં અનુસ્નાતક વિભાગનાં પ્રો.ડો. જશુભાઈ પટેલ, એમ.ટી.બી કોલેજનાં ડો. ચૈતન્ય દેસાઈએ ભૂમિકા ભજવી હતી.

કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન ડો. જયશ્રીબેન ચૌધરીએ કર્યુ હતુ. વિવિધ વિષય ઉપર યોજવામાં આવેલ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ આરઝૂ દેસાઈ, પી.ટી.સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ સુરત, બીજા ક્રમે વ્હોરા સાહેનાબાનુ, સ્વામિનારાયણ ગુરુકુલ અંકલેશ્વર અને જાનકી શાહ જે.એમ. શાહ કોલેજ જંબુસર વિજેતા બન્યા હતા.