હાંસોટ શાબીર કાનુગા હત્યા પ્રકરણના વધુ 2 વોન્ટેડ આરોપી ઝડપાયા છે. અંકલેશ્વર કસ્બાતીવાડ ખાતે રહેતા બે વ્યક્તિઓ ની પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી છે. હાંસોટ ખાતે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ પર બ્રેક મારવા આઈ. જી અભય ચુડાસમાનું વધુ એક ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસે યાવરખાન હબીબુલ્લાખાન પઠાણ, અને હિદાયતુલ્લાખાન ઉર્ફે ટીપુ યાવરખાન પઠાણ ની આજ રોજ ધરપકડ કરી હાંસોટ પોલીસ ના હવાલે કાર્ય છે.

ગત 6 જૂન 2017 ના રોજ હાંસોટ ખાતે હાંસોટ ના અગ્રણી શાબીર કાનુગાની ગોળી મારી હત્યા કરાઈ હતી. જે બાબતે હાંસોટ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે હાંસોટ, અંકલેશ્વર, ભરૂચ તેમજ મહારાષ્ટ્રના પુના ખાતે થી મળી કુલ 11 આરોપી ઝડપી પાડ્યા છે, પરંતુ હજી પણ 2 આરોપી ફરાર છે. જે પૈકી એક સાઉથ આફ્રિકામાં હોવાની ચર્ચા છે.

હાંસોટ ના રાજકીય અને સામાજીક અગ્રણી શાબીર કાનુગા પ્રકરણમાં હજી પણ 2 આરોપી ફરાર છે. તે પૈકીએક આરોપી વિદેશમાં ફરાર થઇ ગયા હોવાનું હકીકત સપાટીએ આવી છે અને તે પણ સાઉથ આફ્રિકા હોવાની ચર્ચા ચાલી રહી છે. અગાવ એક આરોપી મુંબઈ એરપોર્ટ પર થી પકડાયો હતો.