અંકલેશ્વરમાં કાગળ અને કાપડનાં રાષ્ટ્રધ્વજ વેચી પેટિયુ રડતા શ્રમજીવીઓ નજરે પડી રહ્યા છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે 5 દિવસ થી શહેરનાં વિવિધ માર્ગો પર શ્રમજીવીઓ દ્વારા રાષ્ટ્રઘ્વજનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે.
દેશનાં રાષ્ટ્રીય પર્વ એવા 26મી જાન્યુઆરી અને 15મી ઓગષ્ટે દેશભરમાં રોડ પર શ્રમજીવીઓ રાષ્ટ્રધ્વજ વેચતા નજરે પડે છે. પહેલા પ્લાસ્ટિકનાં ધ્વજનું વેચાણ ધૂમ ચાલતુ હતુ, જે પ્લાસ્ટિક ધ્વજ રોડ તેમજ ગમે ત્યાં પડી જતા લોકોની લાગણી દુભાતી હતી. જોકે સરકાર દ્વારા પ્લાસ્ટિક ધ્વજ નિર્માણ કંપનીને કાપડનાં તેમજ કાગળ ધ્વજનું નિર્માણ કરવાની સૂચના આપી પ્લાસ્ટિક ધ્વજ બનાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ત્યારે હાલ અંકલેશ્વર રોડ પર ફરી ફરીને રાષ્ટ્રઘ્વજ વેચતા શ્રમજીવીઓ પ્લાસ્ટિકનાં બદલે કાગળ અને કાપડનાં રાષ્ટ્રઘ્વજ વેચાણ કરતા નજરે પડી રહ્યા છે. રાષ્ટ્રઘ્વજની ગરિમા માટે શ્રમજીવી લોકો જાગૃતતા દાખવી છે. અને લોકોએ પણ તેમની પાસે થી રાષ્ટ્રધ્વજની ખરીદી કરી ગાડી તેમજ અન્ય સ્થળે લગાવતા દેશપ્રેમીઓ પણ ધ્વજની ગરિમા જાળવી ગમે ત્યાં ધ્વજ પડી ના જાય અને ધ્વજનું સન્માન જળવાઈ તેનું ધ્યાન રાખે તે જરૂરી છે.
અંકલેશ્વરમાં કાગળ અને કાપડનાં રાષ્ટ્રધ્વજ વેચી પેટિયુ રડતા શ્રમજીવીઓ
