ન્યૂઝીલેન્ડમાં રમાય રહેલ અંડર 19 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ભારતએ પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાનને કારમી હાર આપી હતી. કાઇસ્ટચર્ચમાં રમાયેલ આ મેચમાં ભારતએ પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 272 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાન માત્ર 69 રન જ બનાવી શકયું. શુભમાન ગિલે શાનદાર સદી ફટકારી તેની સાથે ભારતીય બોલર્સના શાનદાર પ્રદર્શને પાકિસ્તાનને ધ્વસ્ત કરી દીધું.
ભારતની તરફથી શાનદાર બેટિંગ કરી સદી ફટકારનાર શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ થી સન્માનિત કરવામાં આવ્યો હતો. શુભમન 102 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. મેચ જીતી ગિલે પોતાના પરિવાર અને સાથીઓનો આભાર માન્યો હતો.
અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 203 રનથી હરાવી દીધું હતુ. પાકિસ્તાનની ટીમ કુલ 69 રન પર સમેટાય ગઇ હતી. ફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે.
