ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અમદાવાદ અને ઘી પ્રોગ્રેસીવ એજ્યુકેશન સોસાયટી ભરૂચ દ્વારા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે પ્રોગ્રેસીવ શાળા ખાતે સ્વરાંજલિનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેકટર સંદિપ સાંગલે, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જૈનાચાર્ય દેવ રાજ્ય સુરીશ્વરજી મહારાજ, સનાતન ધર્મ પરિવારનાં ગાદી પતિ સોમદાસ બાપુ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયા, આગેવાન દિવ્યેશ પટેલ, ચેનલ નર્મદાનાં ડિરેક્ટર નરેશ ઠક્કર, જિલ્લા પંચાયતનાં સભ્ય ચંદ્રકાંતા પરમાર, ઝહેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનાં પિનાકીન મેઘાણી, પ્રોગ્રેસીવ સોસાયટીનાં પ્રમુખ અરુણાબહેન પટેલ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બે મિનિટનું મૌન પાડીને મહાત્મા ગાંધીને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. અને શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા નાટક પણ રજુ કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં લોકગાયક અભેસિંહ રાઠોડ,રાધાબહેન વ્યાસ અને તેમના ગાયકવૃંદ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશભક્તિનાં ગીતો રજુ કરવામાં આવ્યા હતા.
