અંકલેશ્વર ગડખોલ પાટીયા નજીક આવેલા ડીજી નગર શોપિંગ સેન્ટર પાસે મહિલાનાં ગળા માંથી સોનાની 2 તોલાની ચેઈન તોડીને બે ગઠીયા ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર ગડખોલ પાટીયા નજીક આવેલ એકતા નગરમાં રહેતા 57 વર્ષીય કાંતાબેન પરાગભાઈ પરમાર ડીજીનગર કોમ્પ્લેક્ષમાં થી દહીં લઇ પરત ફરતા હતા. તે દરમિયાન પાછળ મોટર સાઇકલ પર આવેલ 2 અજાણ્યા ઈસમો તેમના ગળામાં રહેલ 2 તોલાની સોનાની ચેઇન સાથે પેન્ડલ તોડી ફરાર થઈ ગયા હતા.

કાંતાબેન પરમારે બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 11470 રૂપિયા સોનાની ચેઇન સ્નેચિંગનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.