જમ્મુ કાશ્મીરમાં એલઓસી પાસે પૂંચ અને રાજૌરી જિલ્લામાં પાકિસ્તાને કરેલા આ તોપમારામાં ભારતનાં ચાર જવાનો શહીદ થઇ ગયા છે. જ્યારે ત્રણ જવાન સહિત કુલ આઠ લોકો ઘવાયા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/02/NBT-image.jpg)
સરહદી ગામડા અને ભારતીય ચોકીઓ એમ બન્નેને પાકિસ્તાન સૈન્યએ નિશાન બનાવ્યા હતા. જે ત્રણ જવાનો શહીદ થયા છે. તેઓ પૂંચ સેક્ટરમાં તૈનાત હતા, જ્યારે આઠ ઘાયલોમાં 15 વર્ષીય યુવતી શેહનાઝ બાનો અને 14 વર્ષીય યાસીન આરીફનો સમાવેશ થાય છે. અહીં આવેલા ઇસ્લામાબાદ ગામમાં આ બન્ને સગીર વયના ઘવાયા હતા, અને તાત્કાલીક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સૈન્યએ કરેલા ગોળીબારનો ભારતીય સૈન્યએ આક્રામક જવાબ પણ આપ્યો હતો. નાના મોટા હથિયારો વડે પાકિસ્તાને ગોળીબાર કરી ગામડાના નિર્દોશ લોકોને નિશાન બનાવ્યા હતા. અન્ય એક શસ્ત્ર વિરામ ભંગની ઘટના રાજૌરી જિલ્લામાં સામે આવી છે. અહીં પણ ભારતીય ચોકીઓને નિશાન બનાવી પાક. સૈન્યએ તોપમારો કર્યો હતો જેમાં ત્રણ ભારતીય જવાનો શહીદ થઇ ગયા છે. સરહદે હાલ સ્થિતિ ગંભીર છે અને ભારતીય ગામડાઓમાં આવેલી સરહદી વિસ્તારની આશરે 300 જેટલી શાળાઓને બંધ કરી દેવાઇ છે. અને હજારો લોકોએ સ્થળાંતર કરવુ પડયું છે.
