રાજકોટનાં થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચુનારાવાડ ચોક પાસે આર. એમ. સીની વોર્ડ ઓફિસનું બાંધકામનું કામ ચાલી રહ્યુ છે.તે સમયે બે અજાણ્યા શખ્સો દ્વારા ત્યાં સાઈટ પર કામ કરતા મજુર દિનેશ બાદુભાઇ ભાભોરની ૩ વર્ષની દીકરી દિવ્યાને શુક્રવારનાં રોજ બપોરે પોણા બાર થી બાર વચ્ચે અપહરણ કરવામાં આવ્યુ હતુ.
જે બાબતની પોલીસ ફરિયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસે સગીર ગુમ થવાનાં કિસ્સામાં તાકીદે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો સાથો સાથ ત્યારબાદ તપાસ કરતા બે અજાણ્યા શખ્સો દિવ્યા નામની બાળકીને લઈ જતા સીસીટીવીમાં નજરે પડે છે. ત્યારે મજુર પિતાની આર્થિક સ્થિતિ જોતા બાળકીનું અપહરણ પૈસા માટે નહિં પરંતુ ભિક્ષા વૃતિ માટે અથવા કોઈક અંગત કારણોસર કરાયા હોવાનું પોલીસ સુત્રો પાસે થી જાણવા મળ્યુ છે.
