ગેલ ગંધાર દ્ધારા સંરક્ષણ ક્ષમતા મહોત્સવ અંતર્ગત ઇંધણ બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
વાગરનાં પહાજ સ્થિત ગેલ કંપનીનાં ગેટ થી આઈઓસીએલનાં ગેટ સુધી રેલી કાઢી જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ સાથે રેલીમાં જોડાયેલ કર્મચારીઓને તેલ અને ગેસનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
કંપનીનાં ડીજીએમ આર આર ગવલીએ ઇંધણ બચાવીને પર્યાવરણની સમતુલા જાળવવામાં ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો. તેલ અને ગેસનો ઓછામાં ઓછો ઉપયોગ કઇ રીતે કરી શકાય એ માટે ગેલ કંપનીનાં કર્મીઓએ પ્લેકાર્ડ દર્શાવ્યા હતા.રેલીમાં ગેલ કંપનીનાં વરિષ્ઠ અધિકારી ગણ રેલીમાં જોડાયા હતા.
