નેપાળનાં કમ્યૂનિસ્ટ પાર્ટીનાં અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે. કેપી શર્મા ઓલી નેપાળનાં 41માં પ્રધાનમંત્રી છે. રાષ્ટ્રપતિ બિધ્યા દેવી ભંડારીએ 65 વર્ષીય ઓલીને દેશના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ઓલી વામપંથી ગઠબંધનને લગભગ બે મહિના પહેલા થયેલા સંસદીય અને સ્થાનિય ચૂંટણીમાં નેપાળી કોંગ્રેસને હરાવ્યું હતું. ચીન પ્રત્યે નરમ વલણ રાખનારા ઓલી તેના પહેલા 11 ઓક્ટોબર 2015 થી 3 ઓગષ્ટ 2016 સુધી નેપાળના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે.
