Connect Gujarat
દેશ

કોલકાતાનાં  વિકટોરિયા મેમોરિયલમાં ચંદ્રની જંગી પ્રતિકૃત્તિ ખુલ્લી મૂકાઇ

કોલકાતાનાં  વિકટોરિયા મેમોરિયલમાં ચંદ્રની જંગી પ્રતિકૃત્તિ ખુલ્લી મૂકાઇ
X

કોલકાતાનાં લોકોના આનંદનો એ વખતે પાર રહ્યો નહતો જ્યારે તેમણે વિકટોરિયા મેમોરિયલની લોન પર ચંદ્રની જંગી પ્રતિકૃત્તિ જોઇ હતી. આ પ્રતિકૃત્તિને જોવા માટે લોકોએ ઉત્તરીય ગેટ પર ભારે ધસારો કર્યો હતો.નાસાના લ્યુનાર રિકોઇન્સસેન ઓર્બિટર કેમેરાથી લેવાયેલી તસ્વીરનાં આધારે થ્રી-ડી પ્રતિકૃત્તિ બનાવી.

ધી મ્યુઝિયમ ઓફ મૂન'બ્રિટિશ કાઉન્સિલનો પ્રોજેક્ટ છે જેને સાંસ્કૃત્તિક મંત્રાલયે સહાય આપી હતી, એમ આયોજકો પૈકીના એકે કહ્યું હતું. સપ્તાહના અંતે વિકટોરિયા મેમોરિયલની મુલાકાતે આવતા લોકો માટે આને મૂકવામાં આવ્યો હતો. યુકે સ્પેસ એજન્સીની ભાગીદારીથી બનાવવામાં આવેલી આ પ્રતિકૃત્તિને બ્રિટિશ કાઉન્સિલના ડાયરેકટરની હાજરીમાં ખુલ્લી મૂકવામાં આવી હતી. 23 ફુટ પહોળી આ પ્રતિકૃત્તિ અસલ ચંદ્ર કરતા પાંચ લાખ ગણી નાની છે.

બ્રિટિશ કલાકાર લ્યુક જેરમ દ્વારા તેને મૂકવામાં આવી હતી.'બ્રિટિશ કાઉન્સિલ માટે આ એક ખૂબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ છે. તેમાં વિજ્ઞાાનની સાથે કળાનું સમનવય કરાયો છે'એમ બ્રિટિશ કાઉન્સિલ પૂર્વના ડાયરેકટર દેબનજન ચક્રવર્તીએ કહ્યું હતુ.

Next Story