અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે એક યુવતીની છેડતી કરનાર યુવક અને તેનાં પરિવારજનોએ યુવતીની મદદે આવેલી 181ની અભયમની ટીમ પર પણ હુમલો કરતા ચકચાર મચી હતી, શહેર પોલીસે આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક તારીખ 22મીની રાત્રે ઇમરાન ખાનહનીફ ખાન પઠાણને એક યુવતીને તેની સાથે લગ્ન કરવા માટે ફોર્સ કર્યો હતો,જેનો યુવતીએ ઇન્કાર કરતા તેણીને મારમાર્યો હતો.

ઘટના અંગે યુવતીએ 181 અભયમને જાણ કરતા અભયમની ટીમ યુવતીની મદદે દોડી આવી હતી, અને હવામહેલ પાસે રહેતા ઇમરાનનાં ઘરે તેની ધરપક્ડ કરવા જતા ઉશ્કેરાયેલા ઇમરાન અને તેના પરિવારજનોએ અભયમની ટીમ પર પણ હુમલો કર્યો હતો, અને તેમની ગાડીનાં કાચ તોડી નાખ્યા હતા, આ ઘટનામાં 181 અભયમની ગાડીનાં ચાલક નિરવને તેમજ અરુણાબેનને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યુ છે.

આ અંગે ભોગ બનનાર યુવતીએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસે યુવતીની ફરિયાદને આધારે તેણીની છેડતી કરનાર ઇમરાન ખાન હનીફખાન પઠાણ, હનીફ ખાન પઠાણ, દાઉદ પઠાણ, રહેમત પઠાણ, સોયેબ પઠાણ, સલમા પઠાણ, રસીદા પઠાણ વિરુધ્ધ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે, અને એક્ટ્રોસિટી એક્ટ મુજબ પણ ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી છે.