ગુરૂવારનો દિવસ પુજારા પરિવાર માટે આનંદનો અવિસ્મરણિય દિન બની રહેશે. કારણ કે ક્રિકેટર ચેતેશ્વર પુજારાનાં ઘરે દીકરીનો જન્મ થયો છે.
ગુરૂવારનાં પુજારા પરિવારમાં 60 વર્ષ બાદ પુત્રીનો જન્મ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચેતેશ્વર પુજારા હાલ વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર તરફ થી રમી રહ્યો છે.
પુત્રીનાં જન્મ સમયે તે હાજર નહોતો. જો કે બાદમાં તે દીકરીને જોવા આવ્યો હોવાની વાત સામે આવી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ચેતેશ્વર દીકરીને જોઈ સેમિફાઈનલ રમવા માટે દિલ્હી પરત ફર્યો છે. ત્યારે આ તકે ચેતેશ્વરનાં પિતા અરવિંદભાઈ પુજારા એ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે પરિવારમાં દીકરીનાં આગમન થી સૌ કોઈ ખુશ છે. તો બીજી તરફ હાલ માતા પુ્ત્રીની બંનેની તબિયત સારી હોવાનુ જણાવ્યુ હતુ.
