ભરૂચ જિલ્લાનાં ચાવજ ખાતેની વિડીયોકોન કંપનીમાં ફરજ બજાવતા 100 થી વધુ કામદારોએ પોતાની વિવિધ માંગણીઓનાં મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ.

ગુજરાત કામદાર સમાજનાં નેજા હેઠળ વિડીયોકોન ઇન્ડ. લી. ચાવજમાં વર્ષોથી કાયમી ફરજ બજાવતા કામદારોને 6 માસ થી અનિયમિત પગાર ચૂકવવામાં આવતો હોય તેમની પરિસ્થિતિ વિકટ થઈ જવા પામી છે.

પોતાના બાળકોની સ્કૂલની ફી, ઘરનો ખર્ચ ચલાવવાનો વિકટ પ્રશ્ન એમની સામે આવીને ઉભો થયો છે. અને કેટલાક વર્ષોથી કોઈ પણ જાતનો પગાર વાધરો જેવા હકો થી પણ કામદારો વંચિત રહ્યા છે.

વધુમાં 1 વર્ષ થી બોનસ પણ અટકાવીને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાની વિવિધ રજૂઆતો સાથે ભરૂચ જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર આપી પોતાની સ્થિતિથી વાકેફ કર્યા હતા.

જેના ભાગ રૂપે કંપનીનાં કર્મચારીઓ કલેક્ટર કચેરીએ ભેગા મળી સૂત્રોચ્ચાર કરીને આવેદન આપી જો માંગણીઓ નહિં સંતોષાય તો ભૂખ હડતાળની પણ ચીમકી ઉચ્ચારી હતી.