ભરૂચ જિલ્લા ના આમોદ તાલુકા ના ચકલાદ ગામે થી આજરોજ આઇસર ટેમ્પોમાં લઈ જવાતો શકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો આમોદ પોલીસે ઝડપી પાડ્યો હતો.આમોદ પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર આમોદ પોલીસ મથક ના જમાદાર ને મળેલ બાતમી ના આધારે ચકલાદ ગામે વોચ રાખતા પોલીસ સ્ટાફે ચકલાદ ગામેથી એક આયશર ટેમ્પો અને પીકઅપ વાન સાથે શનકાસ્પદ ગોળનો જથ્થો ઝડપી પાડ્યો હતો.આમોદ પોલીસ મથકે 1,15,100 રૂપિયા નો ગોળ, પીકઅપ વાન કિંમત 1,50,000 અને આયશર ટેમ્પા ની કિંમત 3,00,000 મળી આશરે 5,65,100 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.જોકે આ કાર્યવાહી દરમ્યાન રાજકીય આગેવાનો ની હાજરીથી દાળમાં કઈક કાળુ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.