ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામનાં ખરી મેદાન નજીકની પાણીની ટાંકી પાસે કાર ચાલકે સ્ટિયરીંગ પર થી કાબુ ગુમાવતા એક લારી તથા બે બાઇકને અડફેટમાં લીધા હતા. સર્જાયેલા અકસ્માતને આગલે ભારે દોડધામ મચી ગઈ હતી.

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામનાં ખરી મેદાન પાસે સવારનાં 11:30 વાગ્યાની અાસપાસ એક કાર ચાલકે સ્ટિયરીંગનો કાબુ ગુમાવતા ત્યાં ઉભેલી એક પાણી પુરીની લારી તેમજ બે મોટર બાઇકને અડફેટે લેતા લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા.

કારની અડફેટે ચડેલી પાણી પુરીની લારી તથા બે બાઇકને ભારે નુકસાન પહોંચ્યુ હતુ. જ્યારે કાર એક વૃક્ષ સાથે અથડાઇને અટકી જતા મોટી દુર્ઘટનાં સર્જાતા રહી ગઇ હતી. અકસ્માતમાં કારમાં પણ નુકશાન થવા પામ્યુ હતુ.

સદ્દનસીબે સર્જાયેલા અકસ્માતમાં કોઇને પણ ઇજાઓ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.