દાદા ભાઈ બાગ પાસે ની પાણી ની પરબ તોડી નખાતા દુકાનદારો એ માનવતા દાખવી ને પોતાના ખર્ચે ઠંડા પાણી ના મગ મૂકી માનવતા નું એક ઉત્તમ ઉદાહ રણ આપ્યું.
કહેવાય છે કે મનુષ્ય જીવન માં અન્ન વગર, છત વગર રહી શકે છે પણ પાણી વગર રહી શકતો નથી. જ્યાં પૃથ્વી પર પણ 70 ટકા ભાગ પાણી છે અને 30 ટકા જમીન છતાં પણ એ પાણી લોકોને સમય પર નથી મળતું. શહેર તો ઘણા મોટા હોય છે પણ જ્યાં રાહદારીઓ ને પીવાને પાણીજ ન મળે તો એ શહેર શુ કામનું.
કઈક આવુજ બની રહ્યું છે ભરૂચ માં પણ કે જ્યાં જૂનો બસ ડેપો તોડી નાખી ને બીજે ખસેડી દેવામાં આવ્યો છે. આ જુના ડેપોમાં પહેલા એક પાણી ની પરબ હતી તેને પણ તોડી નખવામાં આવી પણ તેની જગ્યા એ નગરપાલિકા દ્વ્રારા કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માં ના આવી. ત્યાં થી પણ ન રોકાતા એક સમય દાદાભાઈ બાગ ની બહાર પણ એક પાણી ની પરબ હતી પણ સત્તાધીશો એ એને પણ તોડી પડાય. હવે તકલીફ માં વધારો તો ત્યારે થયો જ્યારે રેલવે સ્ટેશન થી લઈ ને જિલ્લા પચાયત સુધી માં એક પણ પરબ નથી તો બિચારા રાહદારીઓ પાણી પીવા જાય ક્યાં કાતો તેમને પાણીનો બોટલ લેવી પડે ક્યાં તો પાઉચ નો સહારો લેવો પડે. જે લોકો પાસે રૂપિયા હોય તે પાઉચ કે બોટલ ખરીદે પણ જે ગરીબ છે જે લારી ફેરવી પોતાનું ગુજરાન ચલાવતા હોય તેમનું કોણ બેલી.
હાલ માં ભરૂચમાં બસસ્ટેન્ડ તોડી ને નવું બનાવી રહ્યા છે ત્યારે કેટલાક મુસાફરો સિવિલ રોડ અને સ્ટેશન રોડ પર વૈકલ્પિક બસ શરૂ કરવા માં આવી છે કે જેથી મુસાફરો ને અગવડતા ના પડે આ એક સારું પગલું કહેવાય. પણ ભરૂચ નગરપાલિકા એ જ્યાં પાણીની પરબો તોડી નાખી કે બંધ કરી તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માં નિષ્ફળ ગઈ હોય તે પણ નકારી શકાય તેમ નથી.
