જંબસુર ખાતે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ અને જે. એમ. શાહ કોલેજના સંયુક્ત ઉપક્રમે ડો. એ.પી.જે. અબ્દુલ કલામના પ્રમુખ સ્વામી સાથેના આધ્યાત્મિક અનુભવો પર આધારિત ગ્રંથ પરાત્પર અંગેનો ગ્રંથ પરિચય કાર્યક્રમ કોલેજ હોલ માં યોજાયો હતો.

ડો. એ.પી.જે. અબ્દુલ કલામના પ્રમુખ સ્વામી સાથેના આધ્યાત્મિક અનુભવો પર આધારિત ગ્રંથ પરાત્પર અંગેનો ગ્રંથ પરિચય કાર્યક્રમ જંબુસર કોલેજના આચાર્ય ડો. ઇસ્માઇલ ભાના ઘ્વારા કોલેજ સભા ખંડમાં યોજાયો હતો.

આચાર્યે પ્રસ્તુત પુસ્તક ‘પરાત્પર’ નો મનનીય પરિચય કરાવ્યો હતો. ડો. એ.પી.જે. અબ્દુલ કલામમાં કેવા આધ્યાત્મિક વિચારો રહેલા છે અને તેમના જીવનમાં તેનો કેવો પ્રબળ પ્રભાવ રહેલો છે તેની વિગતે ચર્ચા કરી હતી. સદર કાર્યક્રમમાં બાપ્સ સ્વામિનારાયણ મંદિર જંબુસરના જ્ઞાનવીર સ્વામી તેમજ શિક્ષકો, વિદ્યાર્થી ઉપસ્થિત રહયા હતા.