ઉત્તરપ્રદેશના તમામ રાજકીય અભિલેખોમાં હવે સંવિધાન નિર્માતા ડૉ.ભીમરાવ આંબેડકરના નામની સાથે ‘રામ જી’ જોડી દેવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારે ડૉ.ભીમરાવ આંબેડકરનું નામ બદલીને ડૉ.ભીમરાવ રામજી આંબેડકર કરવા માટે બુધવારના રોજ તમામ વિભાગો અને ઇલહાબાદ-લખનઉની તમામ હાઇકોર્ટની બેન્ચોને આદેશ આપ્યો છે.

જો કે સંવિધાનના પાનામાં બાબા સાહેબનો ડૉ.ભીમરાવ રામજી આંબેડકરના નામથી હસ્તાક્ષર સામેલ છે. બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર મહાસભાના નિર્દેશક ડૉ.લાલજી પ્રસાદ નિર્મલ જણાવ્યું હતું કે આ કેમ્પેનને રાજ્યપાલ એમ. નાઇકે ડિસેમ્બર 2017મા શરૂ કર્યું હતું. રામ નાઇકે વડાપ્રધાન, મુખ્યમંત્રી, અને મહાસભાને પત્ર લખીને આંબેડકરના નામનું યોગ્ય ઉચ્ચારણ અને સાચું નામ લખવા માટે ધ્યાન દોર્યું હતું.