જંબુસર ખાતે મહફુઝ નગર સોસાયટી અને ઇસ્માઇલ નગર સોસાયટીમાં 5 જેટલા બંધ મકાનમાં રાત્રીના સમયે તસ્કરોએ હાથ સાફ કરતા નગરમાં ચકચાર મચી જવા પામ્યો હતો.
તારીખ 31/3/2018 રાત્રીના 2 થી 3 સમય દરમિયાન ચોરો દ્વારા મહફુઝ નગર સોસાયટીમાં રહેતા ઇમરાન ખીલજી ના બંધ મકાનમાં દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશી રોકડ રૂપિયા 55 હજાર તેમજ ઘરેણાં કિંમત 15 હજાર મળી કુલ 70 હજારના મત્તાની ચોરી થઇ છે. આ સહીત બાજુમાં આવેલ ઇસ્માઇલ નગર સોસાયટી ખાતે પણ અન્ય 4 બંધ મકાનોમાં ચોરી ની ઘટના સામે આવતા જંબુસર નગરમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આમ કુલે અંદાજિત 1 લાખ 70 હજારની ચોરીનો ગુનો જંબુસર પોલીસ મથકે નોંધાયો હતો. આગળની તપાસ જંબુસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.વી. બારીયા ચલાવી રહયા છે./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/04/vlcsnap-2018-04-01-16h54m15s427.png)
જંબુસરમાં એકજ રાતમાં 5 જેટલા બંધ મકાનમાં તસ્કરોએ કર્યો હાથ સાફ
