વાગરા તાલુકાનાં વસ્તીખંડાલી ગામની પ્રાથમિક શાળાનાં 141 વર્ષ પૂર્ણ થતા સ્થાપના દિનની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/04/WhatsApp-Image-2018-04-02-at-12.14.22-1024x685.jpeg)
વાગરાનાં વસ્તીખંડાલી ગામની પ્રાથમિક શાળાની સ્થાપના 02 / 04 / 1877નાં રોજ કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે શાળા તરફ થી ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.શાળાના 141 વર્ષની પૂર્ણ થવાની ખુશીમાં ગામ ના લોકો, આસપાસની શાળાનાં ગ્રુપ આચાર્ય તેમજ આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/04/WhatsApp-Image-2018-04-02-at-12.14.24-1024x696.jpeg)
આ તબક્કે છાત્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી ઉપસ્થિત લોકોનાં દિલ જીતી લીધા હતા. વિદાય લેતા શાળાનાં શિક્ષક સિરાજભાઈ મતાદારને શાળા પરિવારે સ્મૃતિ ભેટ આપી ભાવભીની વિદાય આપી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/04/WhatsApp-Image-2018-04-02-at-12.14.23-1024x958.jpeg)
આ તબક્કે તાલુકા પંચાયત પ્રમુખ નશીમાબેન, બીઆરસી ખ્યાતિબેન, ગ્રામવિકાસ ટ્રસ્ટ કન્વીનર રમેશભાઈ કાસુંદરા, શિક્ષક સંઘના મંત્રી મુસ્તાકભાઈ તેમજ સી.આર.સી.ટીમ હાજર રહી હતી.
