ઉત્તરાખંડના કેદારનાથમાં મંદિર નજીક એક મોટી દુર્ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે ભારતીય વાયુસેનાના આ હેલિકોપ્ટરમાં પાયલોટ સહિત ચાર લોકો સવાર હતા, તેમને સામાન્ય ઇજા પહોંચી છે. આ હેલિકોપ્ટરમાં બાંધકામ સાથે જોડાયેલ મટિરિયલ ભરાયું હતું. આ હેલિકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ જઇ રહ્યું હતું.
હેલિકોપ્ટરમાં જેટલા પણ લોકો હતા તે બધાં સુરક્ષિત છે. પરંતુ હેલિકોપ્ટરને ઘણું નુકસાન થયું છે. આ દુર્ઘટના કયા કારણોસર બની તે અંગે હજુ હાલ કોઇ માહિતી મળી નથી.
