પાંડસેરા વિસ્તારમાં મૃત હાલતમાં મળી આવેલી બાળકીના મામલામાં હજુ સુધી પોલીસ બાળકીની ઓળખ અને ઓરાપીઓ સુધી પહોંચી શકી નથી. જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને પોલીસ એક્શનમાં આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે, બાળકી બહારની હોવાનું અનુમાન છે. બાળકીની ઓળખ માટે 1200થી વધુ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
છઠ્ઠી એપ્રિલે પાંડેસરાના જીઆવ-બુડિયા રોડ પરની અવાવરું જગ્યાએથી બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બાળકી પર બળાત્કાર ગુજારાયા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું હતું. આજ દિન સુધી તેની ઓળખ પણ થઇ શકી નથી. જેને લઈને લોકોમાં રોષ જેવા મળી રહ્યો છે. જેથી પોલીસને પણ એક્શનમાં આવવાની ફરજ પડી છે. આજ રોજ(રવિવાર) પોલીસ કમિશનર સતિષ શર્માએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અને સુરત ક્રાઈમ બ્રાંચ વિવિધ ટીમો બનાવી તપાસમાં જોડાઈ છે.
સુરત: દુષ્કર્મ બાદ બાળકીની હત્યા, ઓળખ માટે શહેરમાં લાગ્યા 1200 પોસ્ટરો
