રાજકોટના ગોંડલ ચોકડી પાસે આવેલ પુનિતનગર પાણીના ટાંકા નજીક અચાનાક બે ટ્રકમા આગ લાગી હતી. તો જોત જોતામા મેદાનમાં પડેલા બન્ને ટ્ર્ક પળભરમા બળીને ખાક થઇ ગયા હતા. ત્યારે બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા બે ફાયર ફાયટર દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામા આવી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/04/585759bf-1f72-4aef-90be-da26b972fd7d-1024x768.jpg)
જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી. તો બિજી તરફ આગ ક્યા કારણોસર લાગી તે પણ તપાસનો વિષય બનવા પામ્યો છે. હાલ પોલિસે આ મામલે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો આગ લાગતા લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા.
