આગામી ૧લી મે ના રોજ 58મા ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી ભરૂચ જિલ્લામાં થવાની છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર થઈ ચૂકી છે. બીજી તરફ આજે ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ દિવસની ઉજવણીનું ભરૂચ સીવીલ હોસ્પિટલ પાછળ આવેલા હોલ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં સિવિલ હોસ્પિટલનાં તંત્ર દ્વારા ગંદકીનું સામ્રાજ્ય છુપાવવા માટે ગંદા પાણીના ખાડાને નવા વાઘા પહેરાવી તંત્રએ પોતાનું નાક બચાવવાનો પ્રયાસ કર્યો છે.
આરોગ્ય મંત્રી સહિતના અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી સિવિલની પાછળ નીકળતું હોસ્પિટલનું ગંદુ પાણી એક મોટા ખાડામાં સંગ્રહ કરવામાં આવતાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. ત્યારે મંત્રી જે સ્થળેથી પસાર થવાના છે તે સ્થળોએ ગંદકીનું સામ્રાજ્ય મંત્રીઓની નજરે ન ચઢે તે માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ સફેદ કલરના પરદો મારી પોતાની ભૂલ છૂપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે.
હાલમાં તો ભરૂચ શહેરના સિવિલ હોસ્પિટલ સંકુલમાં વિવિધ જિલ્લાઓ અને વિવિધ વિસ્તારોમાં રહેતા દિવ્યાંગોને દિવ્યાંગોને વિવિધ વાહનો મારફતે કાર્યક્રમની ઉજવણીના સ્થળે લાવવાની કવાયત ચાલી રહી છે. ભરૂચનો એક જોશી પરિવાર દિવ્યાંગ હોવા છતાં તેમને છેલ્લાં ઘણા સમયથી રોજગારી મળી નહોતી. તેમણે પણ ન્યાય મેળવવા માટે કવાયત હાથ ધરી હતી.
