દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઓપલ કંપનીમાં આજે બપોરનાં સમયે એકાએક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કંપનીમાં ભારે ભાગદોડ મચી હતી. વિકરાળ આગમાં ધુમાડાના ગોટે ગોટા વળતાં ઉંચે આકાશમાં પણ જાણે કાળા ડિબાંગ વાદળો જેવો માહોલ સર્જાયો હતો. વેર હાઉસ નજીક લાગી હોવાથી
ફાયર બ્રિગેડને તરત જ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. જેના પગલે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આગમાં કેટલી નુકશાની થઈ તે અંગે કહેવું હજી મુશ્કેલ છે. હાલ તો આગને વધુ પ્રસરતી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ કયા કારણોસર લાતી તે બાબતે કંપની સત્તાધિશો જ કંઈક કહી શકશે. પરંતુ હજી કંપનીનાં સત્તાવાર સૂત્રોનો સંપર્ક થઈ શક્યો નથી
