ઓલપાડ તાલુકાના ખેડૂતોને તા. ૧ મેથી પાણી આપવાનું નક્કી થયા બાદ રાજકીય ઈશારે રોટેશન બદલાયાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.

ઉનાળું શરૂ થતાંની સાથે ખેડૂતોને સિંચાઈ પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. ત્યારે સિંચાઈ અધિકારી દ્વારા તારીખ ૧ મેથી ઓલપાડના ખેડૂતોને પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાદમાં એકાએક રોટેશન બદલી નાંખવાની ખેડૂતોને જાણ થતાં આજરોજ ખેડૂતોએ સુરત ખાતે સિંચાઈ અધિકારીની ઓફિસનો ઘેરાવો કર્યો હતો. અને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી. પાણી આપવામાં નહીં આવે તો સિંચાઈની ઓફિસની સામે જ આત્મહત્યા કરી લઈશું તેવી ચીમકી ઉચ્ચારતાં તેનાં પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના છેવાડાના ગામો પીંજરાત, તુંડા, કપાસી, લાવછા સહિતના ગામોમાં સિંચાઈ પાણી નહીં મળતા હોવાથી હાલમાં ખેતીના ઉભા પાકને ભારે નુકશાન થાય તેમ છે. ગત રોટેશનમાં પાણી વગર રહી ગયેલા ખેડૂતોએ સિંચાઈ અધિક્ષત મહાકાલને રજૂઆત કરી હતી કે કેટલાક અધિકારીઓએ ઉપલા અધિકારીની મંજૂરી લીધા વગર તેમના તાબામાં આવતી નહેરોમાં પાણી આપવામાં વધ-ઘટ કરીને કાંઠા વિસ્તારના ખેડૂતોને રાજકીય નેતાઓના ઈશારે ટાર્ગેટ કરીને પાણી આપવામાં આવ્યું નથી.

ખેડૂતોના જણાવ્યા મુજબ સિંચાઈ અધિક્ષકે કેવી રીતે પાણી મળે તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય એમ પુછતા ખેડૂતોને ૧૦ મી મેના બદલે ૧ લી મે થી રોટેશન શરૃ થાય તો પાણી મળે તેમ જણાવ્યું હતું. બાદમાં સિંચાઈ અધિક્ષકે એવું સૂચન કર્યુ હતુ કે તમામના રોટેશન સિંચાઈ કમિટી સાથે બેસી ને નક્કી કરાયા હોવાથી તમે તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં બનાવવામાં આવેલી સિંચાઈ સમિતિઓના લેટર પર માંગણી કરી દેજો. જે મુજબ ખેડૂતોએ માંગણી કર્યા બાદ તા. ૧ મેથી પાણી આપવાનું નક્કી થયું હતું.

ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ખેડૂતોનું પાણી આપવામાં ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કેટલાક રાજકીય નેતાઓના ઈશારે તા. ૧ મેથી પાણી નહીં આપવાની રમત શરૂ થઈ છે. જેને ખેડૂતો સાંખી લેશે નહીં.આજે સોમવારે સવારે મોટી સંખ્યામાં ખેડૂતો અઠવાલાઈન્સ ખાતે આવેલી સિંચાઈ વિભાગની ઓફિસે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા સિંચાઇ કચેરીની બાહર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ખેડૂતો દ્વારા સિંચાઇ અધિકારીને રજુવાત કરી હતી સુરત સિંચાઇ અધિકારીએ ગાંધીનગર ઉપ અધકારીને ટેલિફોન મારફતે સંપર્ક કરતા ગાંધીનગર મિટિંગ ચાલતી હોય એટલે કોઈ ફોન ન ઉપાડી રહી છે જેથી ફોન ન ઉપાડવાનો હવાલો આપી ખેડૂતોને સાંજે 5 વાગે બોલાવવામાં આવ્યા છે.