વડોદરાનાં રાજમહેલ રોડ ઉપર આવેલા દયાલભાઉના ખાંચામાં બે મળનાં મકાનના પ્રથમ માળે બિપીન લાલચંદ્ર પેઠે પરિવાર સાથે રહે છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં તેમના નાના ભાઇ હર્ષદ પેઠેનું મકાન આવેલું છે. જેમનાં મકાનમાં ચોરી થતાં નવાપુરા પોલીસને જાણ કરી હતી.
વડોદરામાં રહેતા બિપીન પેઠેએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગત ફેબ્રુઆરી માસમાં નાના ભાઇ હર્ષદ પેઠે તેમના પરિવાર સાથે પોતાનું મકાન બંધ કરીને ગયા હતા. બાદમાં તેઓ અમેરિકામાં જ સ્થાયી થયેલા છે. આજે સવારે નાના ભાઇના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોતા ચોંકી ગયો હતો. ઘરમાં પ્રવેશ કરીને જોતાં ઘરની અંદરનો સામાન તેમજ તિજોરીનો સામાન વેરવિખેર જણાઇ આવતા મને ઘરમાં ચોરીની શંકા ગઇ હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/38d32f9e-3529-4d08-9851-2e69b2e0d054-768x1024.jpg)
ચોરીની ઘટના અંગેની જાણ બિપીન પેઠેએ નવાપુરા પોલીસને કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ડોગસ્ક્વોડ અને એફ.એસ.એલ.ની પણ મદદ લીધી હતી. પ્રાથમિક તપાસમાં તસ્કરો 2000 અમેરીકન ડોલર તેમજ રૂપિયા 1,50000 રોકડની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. નવાપુરા પોલીસે ચોરીના આ બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
