સગીરાના પિતાએ ડભોઈ પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી
ડભોઇ તાલુકાના વડજ ગામે રહેતી અને ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરા ઉપર ગામનાં જ રાહુલ વિજય તડવીએ તેની સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે વારંવાર પ્રયાસ કર્યો હતો. આ સગીરાના પિતા લગ્નમાં ગયા હોવાનો ફાયદો ઉઠાવી સગીરાને બોલાવી હતી અને પ્રેમનો એકરાર નહીં કરે તો ઝેરી દવા પી આપઘાત કરી લેવાની ધમકી આપી હતી. બાદમાં સગીરાને તે ફોસલાવીને નજીકનાં એક ખેતરમાં લઇ ગયો હતો. જ્યાં 2 દિવસ સુધી તેની ઉપર બળાત્કાર ગુજારી પરત ઘરે મૂકી ગયો હતો. સગીરાના પિતા લગ્નમાંથી પરત આવતાં તેની પૂછતાછ કરી હતી. જેમાં પોતાની પુત્રી સાથે બળાત્કાર થયો હોનવાની વિગતો સામે આવી હતી.
સગીરાએ તેના પિતાને જણાવ્યું હતું કે, આપણા ગામનો રાહુલ મને ધમકાવીને જબરજસ્તીથી લઈ ગયો હતો. તેણે મારી સાથે જબરજસ્તી કર હતી. આ વાતની જાણ સગીરાના પિતાએ ડભોઇ પોલોસીને કરતાં પોલીસે રાહુલ વિજય તડવી અને તેનો સાથી ગોપાલ વાઘજી તડવીની વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી રાહુલ તડવીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની તબીબી તપાસ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
