કરજણ તાલુકાના કંડારી ખાતે વડોદરાથી દહેજ જતી ક્રેનમાં એકાએક આગ ભભૂકતા નાસભગ મચી જવા પામી હતી.
ઘટનાની જાણવા મળતી વિગત મુજબ કરજણ તાલુકતાલુકાના કંડારી નજીકના સી.એન.જી પંપ પાસે વડોદરા થી દહેજ જતી એક ક્રેનમાં અચાનક આગ કતા એકસમયે હાઇવે ઉપર નાસભાગ મચી જવા પામવા સાથે ટ્રાફીક જામ થવા પામ્યો હતો. જો કે સમયસર ફાયરના લાશ્કરોએ દોડી આવી આગને કાબુમાં કરી હતી.બનાવના પગલે થઓડા સમય માટે ટ્રાફીક જામ થવા પામ્યો હતો બાદમાં પોલીસની કાર્ય્વાહી થી રાબેતામુજબ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ક્રેનમાં આગ કયા કારણોસર લાગી હતી તે કારણ હજુ અકબંધ રહ્યું છે.પણ ઘટનામાં કોઇ જાનહાની ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.
