આમોદ નગરપાલિકાની ખાલી પડેલ જગ્યા માટે તારીખ ૬ની સવારથીજ મતદારોએ શાંતિપૂર્ણ રીતે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું.
આમોદ પાલિકાની વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૪ની પેટા ચુંટણીમાં આકરા તાપમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જેમાં સ્ત્રીઓએ પુરૂષોને પાછળ રાખી સૌથી વધુ મતદાન કર્યું હતું. આમોદ નગરપાલિકાના વોર્ડ નં.૨ની તથા વોર્ડ નં.૪ની પેટા ચૂંટણી માટે ચુંટણી તંત્ર તરફથી બે-બે બુથ ફાળવાયા હતા. આમોદ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં બપોરના ૨કલાક સુધીમાં ૫૬% મતદાન નોંધાવા પામ્યું હતું. જે બપોરે ૪ કલાક સુધીમાં વાગ્યા સુધીમાં આશરે ૬૨.૩૧% મતદાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, જેમાં વોર્ડ નં.૨ના કોગ્રેસના ઉમેદવાર સુશીલા મહેશ પટેલ તેમજ ભાજપના ઉમેદવાર ગીરીશ રણછોડ પટેલ સામસામે ચુટણી જંગ ખેલ્યા હતા. આજે બન્ને ઉમેદવારની હાર-જીતનું ભાવી ઈવીએમ મશીનમાં સીલ થઈ જવા પામ્યું હતું.જયારે પાલિકાના વોર્ડ નં.૪માં ભાજપના ઉમેદવાર કમલેશ સોલંકી તથા અપક્ષના ઉમેદવાર અક્ષર પટેલ વચ્ચે જંગ જામયો હતો. આમોદ પાલિકાની ચુંટણીમાં જનતા જનાર્દને પોતાના મતાધિકાર થકી વોટ આપી ઇ.વી.એમમાં ઉમેદવારોની હાર-જીત મશીનમા શીલ કરી હતી.
