ભરૂચ એસ.પી સંદિપ સિંહની સુચનાથી અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એન.ડી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર પોલીસે રાજપીપળા ચોકડી નજીકની એક હોટલના કંમ્પાઉંન્ડ માં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી ઉભેલ ટ્રક ઝડપી પાડી કુલ રૂપિયા ૩૯,૭૦,૭૨૦નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની અટક કરી હતી.

જિલ્લામાં પ્રોહિબીશનની પ્રવૃત્તિ બંધ કરવાના હેતુસર વડોદરા પોલીસ મહાનિરીક્ષક દ્વારા તા.૦૫/૦૫/૧૮ થી તા.૧૧/૦૫/૧૮ સુધી પ્રોહિબીશન ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં ડ્રાઇવ દરમિયાન અંકલેશ્વર પોલીસ ટીમના પી.આઇ. આર.કે. ધુળીયાને મળેલ બાતમીના આધારે જી.આઇ.ડી.સી વિસ્તારમાં પ્રોહિબીશન ડ્રાઇવ દરમિયાન છાપો મારી ચેકીંગ હાથ ધરતા પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોક્ડી નજીક આવેલ વર્ષા હોટલના કંમ્પાઉન્ડમાં પાર્ક કરાયેલ ટ્રક નં.(RJ-20-GA-4365)ને ચેક કરતા તેમાંથી મેંદાની ગુણોની નીચે સંતાડેલ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂની કુલ ૭૯૨૪ નંગ બોટલો, કિંમત રૂપિયા ૨૯,૯૮,૯૦૦ તથા ટ્રકની કિંમત રૂપિયા ૯ લાખ તેમજ મોબાઇલ કિંમત ૬૦૦૦ સાથે અંગ જડતીના રૂપિયા ૩૨૦ અને ટ્રકમાં રખાયેલ મેંદો કિંમત રૂપિયા ૬૫૦૦૦ મળી કુલ રૂપિયા ૩૯,૭૦,૭૨૦/-નો મુદ્દામાલ જપ્ત કરવા સાથે ટ્રકમાં હાજર ઇસરાજ અબ્દુલ લતીફ દેવલી(રહે.પીરબાબા ચબુતરા,ગાજી નગરી,રાજસ્થાન)અને નસીમ બિજેન્દ્ર જાટ(રહે. આંઠઘર, લાડુપુર, હરીયાણા)ની અટક કરી આ વિદેશી દારૂ કયાંથી અને કયાં લઈ જવાન હતાની તપાસ હાથ ધરી છે.