વડોદરાના હાર્દ સમા એમ જી રોડ પરની ઘડિયાળી પોળમાં આવેલી એક જ્વેલરી શોપમાં અચાનક જ ધડાકો થતા અફરા તફરી મચી ગઈ હતી

મળતી વિગતો પ્રમાણે ઘડિયાળી પોળમાં આવેલી અલંકાર જ્વેલર્સ નામની દુકાનમાં તા. ૬ની બપોરના સમયે અચાનક ધડાકો થયો હતો.જેના પગલે દોડધામ મચી ગઈ હતી. આ ધડાકામાં દુકાનને નુકસાન પણ થયુ હતુ. દુકાનમાં આ સમયે હાજર ત્રણ વ્યક્તિઓેને સામાન્ય ઈજા પણ પહોંચી હતી. હાલમાં તો દુકાનના એ.સીના કારણે બ્લાસ્ટ થયો હોવાનુ હાજર રહેલા લોકોમાં ચર્ચાઈ રહ્યુ હતું.દરમિયાન ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના લાશ્કરો પણ સ્થળ પર દોડી ગયા હતા અને કામગીરી શરૂ કરી હતી.